માણાબા ગામના પાટિયા નજીક તમંચા સાથે એક ઝડપાયો

- text


મોરબી : માળીયા પોલીસે માળીયા – હળવદ હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા પાસેથી દેશી બનાવટના તમંચા સાથે મોરબીના શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ – માળીયા હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા પાસેથી મૂળ માળીયા તાલુકાના ચીખલી ગામના અને હાલમાં મોરબી જુના બસસ્ટેન્ડ નજીક રહેતા ચંદુભાઈ ઉર્ફે મોતીભાઈ નગવાડિયાને દેશી બનાવટના તમંચો કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text