વાંકાનેરની વીરપર(માટેલ) પ્રાથમિક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

- text


વાંકાનેર: વાંકાનેર તાલુકાની વીરપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને આજરોજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

વાંકાનેર તાલુકાનો માટેલ વિસ્તાર આર્થિક રીતે પછાત વિસ્તાર ગણાય છે. આવા વિસ્તારમાં આવેલું વીરપર ગામ પણ આર્થિક રીતે પછાત ગામ છે. ગામની પ્રાથમિક શાળામાં આશરે 190 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જેમના વાલીની આર્થિક સ્થિતિ મધ્યમ કે નબળી છે.

મોરબીના સામા કાંઠા (લાલપર) વિસ્તારમાં આવેલી SBIના રીજનલ ઓફિસના સેવાભાવી, ધાર્મિક સ્વભાવના કર્મનિષ્ઠ કર્મચારી પારસભાઈ જયપ્રકાશભાઈ મામતોરા દ્વારા વિરપર પ્રા.શાળાના બાળકોને શૈક્ષણિક કીટ, બુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જરૂર પડ્યે ગરીબ બાળકોને વધુ મદદરૂપ થવા પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય સંદિપભાઈ કોરીંગા અને શાળા પરીવારે દાતાનો આભાર માની તેમનું સન્માન કર્યું હતું.

- text

- text