ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે ફટાકડા કે ઢોલનગારા નહિ વગાડવાની કાર્યકરોને અપીલ કરતા કાંતિલાલ

- text


મોરબી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ ગણાતા કાંતિલાલ અમૃતિયાએ મોતનો મલાજો જાળવી પ્રચાર કરવાનું આહવાન કર્યું : ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ પણ સાદગી જાળવવા અપીલ કરી

મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટુક સમયમાં ઉમેદવારોની સતાવાર યાદી જાહેરાત કરશે. ત્યારે મોરબી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ ગણાતા અને અગાઉ પાંચ વખત વિજેતા થયેલા કાંતિલાલ અમૃતિયાના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ત્યારે કાંતિલાલ અમૃતિયાએ ઝુલતા પુલ દુર્ઘટનાના પગલે ફટાકડા કે ઢોલનગારા નહિ વગાડવાની કાર્યકરોને અપીલ કરી છે. તેમજ પ્રચારમાં પણ મીઠાઈ કે હારતોરા ન કરી સાદગી જાળવવા અપીલ કરી છે. આ સાથે ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ પણ સાદગી જાળવવા અપીલ કરી છે.

- text

મોરબી બેઠક ઉપર ભારે રસાકસીના અંતે લોકપ્રિય ગણાતા કાંતિલાલ અમૃતિયા ભાજપના ઉમેદવાર હોવાનું ફાયનલ થઈ જતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પણ કાંતિલાલ અમૃતિયાએ આ ખુશીના અતિરેકમાં પુલ દુર્ઘટનામાં મોતનો મલાજો ન ચુકાઈ તે જોવાની કાર્યકરોને અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, પુલ દુર્ઘટનાના શોકમાં મીઠાઈ, ફટાકડા કે ઢોલનગારાનો કાર્યકરોને ઉપયોગ કરવાની મનાઈ કરી છે અને મોતનો મલાજો જળવાઈ તે રીતે જ પ્રચાર કરવા જણાવ્યું છે. જ્યારે ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ પણ કાર્યકરોને સાદગી જાળવવા અપીલ કરી છે.

- text