ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ વિહિપ અને બજરંગ દળ સહિતના સંગઠનોની મૌન રેલી નીકળી

- text


મચ્છુ નદીમાં જે સ્થળે દુર્ઘટના સર્જાઈ ત્યાં દીપ પ્રજ્વલિત કરીને સદગતોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતના સંગઠનો દ્વારા આજે ઝૂલતા પુલ દુર્ઘટનાના સદગતોની આત્માની શાંતિ માટે મૌન રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત ઘટના સ્થળે દીપ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

મોરબીમા જે દુર્ભાગ્યપૂર્ણ ઝુલતાપુલ તુટવાની જે ઘટના બની તેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જે લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે એમની આત્માની શાંતિ માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી શહેર તથા મોરબી ગ્રામ્યના કાર્યકર્તા દ્વારા સાંજે વિશ્વ હિંદુ પરિષદના મોરબી કાર્યાલય ખાતેથી માધવરાયના મંદિર પાસેથી ગિરન ચોકમાં થઈ જુની દોશી હાઈસ્કૂલ પાસેથી મચ્છુમાંના મંદિર થઇ ઘટના સ્થળ એટલે કે મચ્છુ નદીના ઘાટ ઉપર કે જે જગ્યા એ ગોઝારો અકસ્માત થયો તે સ્થળ સુધીની મૌન રેલી કાઢવામા આવી હતી. તે જગ્યા પર કે જયાં આ અઘટિત ઘટના બની છે ત્યાં દિપ જલાવી તમામ સદ્દગતની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનીટ મૌન પાળી શાંતિથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

- text

- text