ટંકારા નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે ઈજાગ્રસ્ત 

- text


ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બંધ પડેલ ટ્રક પાછળ ડબલ સવારી બાઈક ઘુસી જતા ટંકારા ગામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ રામાપીરના મંદિર પાસે પંક્ચર પડેલ બંધ ટ્રક પાછળ મોટરસાઇકલ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટંકારાના રાઘવજીભાઈ લીંબાભાઈ કોળી અને ટંકારા પંચાયતમાં પાણી વિતરણનું કામ કરતા વિનુભાઈ રામજીભાઈ કોળી ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા પ્રથમ ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.આ બન્ને વડીલો નદી કિનારે આવેલ વાડીમાં રહેતા કુટુંબીને ત્યા ધાર્મિક કાર્ય હોય જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, ટ્રકમાં પંક્ચર પડ્યા બાદ ટ્રક ચાલકે કોઈ નિશાન રાખી ન હોય આ અકસ્માત સર્જાયો હતો.

- text

- text