પુલ દુર્ઘટનામાં પોલીસે મેનેજરને સાથે રાખી પોલીસે ઓરવા કંપનીમાં તપાસ કરી

- text


જોકે ઓરેવા કંપનીમાં સર્ચ ઓપરેશન અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર નથી કરી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આરોવા કંપનીમાંથી પુલના કરાર સહિતના મહત્વના દસ્તાવેજ કબ્જે કર્યા

મોરબી : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર કંપની ઓરવા ગ્રુપના માલિક જ્યંસુખ પટેલ સામે રાજકીય ઓથના કારણે પોલીસ ફરિયાદ ન થઈ હોવાનો લોકોમાં જબરો આક્રોશ અને આક્ષેપો વચ્ચે આજે આ ઘટનાની તપાસમાં પોલીસે આરોવા ગ્રુપના મેનેજર એવા આરોપીને સાથે રાખીને ઓરેવા કંપનીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે આરોવા કંપનીમાંથી પુલના કરાર સહિતના મહત્વના દસ્તાવેજ કબ્જે કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પોલીસે આ બાબતે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય એવા જવાબદાર મનાતા ઓરેવા ગ્રુપના સુપીમો જ્યંસુખ પટેલ સામે નામજોગ ફરિયાદ દાખલ ન થતા સરકાર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યાની વચ્ચે હવે તપાસનો દૌર ઓરવા કંપની સુધી પહોંચ્યો છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ દુર્ઘટનામાં પોલીસે ઓરવા ગ્રુપના મેનેજર દિપક પારેખ સહિત 9 જેટલા આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ પર લઈ ઉડી પૂછપરછ હાથ ધરી છે. જો કે ઓરવા કંપનીના મેનેજર દિપક પારેખે પોલીસ સમક્ષ જયસુખભાઈ કહ્યું એમ કર્યું હોવાનું નિવેદન આપ્યા બાદ આ પુલના કરાર સહિતની તલસ્પર્શી તપાસ માટે આજે તપાસનીશ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ ઓરેવા ગ્રુપના મેનેજર દિપક પારેખને સાથે રાખી આજે મોરબી નજીક આવેલી જ્યંસુખભાઈની ઓરેવા કંપનીમાં દરોડા પાડયા હતા અને આ આરોવા કંપનીમાંથી પુલના કરાર સહિતના મહત્વના રેકર્ડ દસ્તાવેજ કબ્જે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બનાવની તપાસ કરી રહેલી સીટ ટીમ હજુ તમામ પુરાવા એકત્ર કરીને સઘન તપાસ કરી છે. પુલના કરારના દસ્તાવેજી રેકર્ડના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવે તેવી શકયતા છે.

- text

- text