મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાત્રિ રોકાણ, હજુ રેક્સ્યું ઓપરેશન ચાલુ

- text


રાત્રીના પોણા ત્રણ વાગ્યા સુધી ઘટના સ્થળે સીએમ સહિતના કાફલો હાજર : આર્મી, નેવી સહિતની ટીમ દ્વારા હજુ બચાવ કાર્ય ચાલુ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાત્રીના 2.30 વાગ્યા સુધીમાં 115 જેટલા મૃતદેહોને મચ્છુ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના કાફલાએ મોરબીમાં જ રાત્રિ રોકાણ કર્યું છે. મુખ્યમંત્રી સહિતનો રાત્રીના 3 વાગ્યા સુધી ઘટના સ્થળે હાજર હતો. અને હજુ બચાવ કાર્ય ચાલુ છે. હાલ આર્મી, નેવી, NDRF સહિતની ટીમ દ્વારા હજુ બચાવ કાર્ય ચાલુ છે. અને સવાર સુધી રેસ્ક્યું ચાલુ રહે તેવી શક્યતા છે.

- text

- text