ઝૂલતા પુલ દુર્ઘટના : હળવદના પતિ-પત્નીનું મોત બાળકનો બચાવ : શહેર આજે અડધો દિવસ બંધ

- text


માસી સાથે ઝુલતા પૂલે ફરવા ગયા હતા અને દુર્ઘટના સર્જાઈ : મૃતક મોરબીમાં છીએ હતા

હળવદ : મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા પતિ પત્નીનું ઝુલતો પુલ તૂટી પડવાના કારણે મોત નીપજ્યું છે જ્યારે તેઓના એક ચાર વર્ષના બાળકનો કુદરતી આબાદ બચાવ થયો હતો. બીજી તરફ મોરબીમાં બનેલી આ ગોઝારી દુર્ઘટનાને પગલે હળવદ આજે બપોર બાદ સંપૂર્ણ બંધ રહેશે.

મોરબીમાં રવિવારે સાંજે બનેલી ગોઝારી દુર્ઘટનામાં 115 થી વધુ લોકોના મૃત્યુ થયા છે આ ઘટનામાં હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અને મોરબીમાં સીએ તરીકે કામ કરતા હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ અને તેમના પત્ની મીરલબેન હાર્દિકભાઈ ફળદુ તેમજ તેમનો ચાર વર્ષનો દીકરો જીયાન્સ તેમજ હાર્દિકભાઈના માસાનો પરિવાર ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા.

- text

તે વેળાએ પુલ તૂટી પડવાને કારણે હાર્દિકભાઈ તેમજ તેમના ધર્મ પત્ની મીરલબેનનું મોત નીપજ્યું છે જ્યારે હાર્દિકભાઈના માસાના દિકરા હર્ષભાઈ ઝાલાવાડીયા રહે રાજકોટને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યારે હર્ષભાઈના પત્ની મીરાબેનનું મોત નીપજ્યું છે.

મોરબીમાં બનેલ દુર્ઘટનાને પગલે આજે સોમવારે હળવદ શહેર બપોર બાદ સંપૂર્ણ બંધ રહેશે તેમ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જણાવ્યું હતું.

- text