ટંકારાના ગજડી ગામે વીજ શોક લાગતા ખેત શ્રમિકનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામે માનસુરભાઈ લખુભાઈ ઝારીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા રામુભાઈ રતનભાઈ માવી ઉ.25 નામનો યુવાન નદી કાંઠે ઇલેક્ટ્રિક મોટર ઉતારી રહ્યો હતો ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text