માળીયા તાલુકાના ખીરઇ ગામે જુગાર રમતા 16 ઝડપાયા

- text


મોરબી : માળીયા તાલુકાના ખીરઇ ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે 16 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કુલ રૂપિયા 1,29,500નો મૂળમાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ખીરઇ ગામે ગફુરભાઈ અબ્બાસભાઈ સામતાણીના રહેણાંકમા જુગારધામ ધમધમતુ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી ગફુરભાઇ અબ્બાસભાઇ સામતાણી, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી, ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી, આમદભાઇ હબીબભાઇ સામતાણી, ઈરફાનભાઇ સલીમભાઇ કટીયા, સીકંદરભાઇ જાનમામદભાઇ ભટ્ટી, રહે-માળીયા, સલીમભાઇ દાઉદભાઇ માલાણી, રહે-માળીયા, દીલાવરભાઇ જાનમામદભાઇ ભટ્ટી, રહે-માળીયા, દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન, રહે-માળીયા, દીનેશભાઇ દલાભાઇ સાગઠીયા, રહે-ખીરઈ ગામ, સુલતાનભાઇ રહેમાનભાઇ સામતાણી, રહે-ખીરઈ, કાદરભાઇ હાસમભાઇ સખાયા, રહે-માળીયા, આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી, રહે-હાલ ખીરઈ, મુળ રહે. સરા ગામ તા. મુળી જી. સુરેન્દ્રનગર, દીપકભાઇ મોતીલાલભાઇ પોપટ, રહે-માળીયા, સાઉદીનભાઇ જાનમામદભાઇ ભટ્ટી, રહે-માળીયા અને રહીમભાઇ સલેમાનભાઇ જેડા, રહે-માળીયા નામના શખ્સો ઝડપાઇ ગયા હતા.

- text

પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપીયા 76,500, મોબાઈલ નંગ -15 કિંમત 53 હજાર સહિત કુલ રૂપિયા 1,29,500નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text