વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં દરોડો પાડી સાર્દુલભાઈ હરજીભાઈ કુકવાવા નામના ઇસમની દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, તૈયાર દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 7800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પ્રોહીબિશન એકટ હેઠળ ગુંન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text

- text