વાંકાનેરમાં જુગાર રમતા 3 મહિલા સહિત 8 ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 મહિલા સહિત 8 શખ્સોને પોલીસે રૂ. 13390ની રોકડ સાથે પકડી પાડીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના નવાપરા સો-વારીયા પટ્ટમા જાહેરમા અમુક ઈસમો ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા રામજીભાઇ શામજીભાઇ દેકાવડીયા રહે.વાંકાનેર નવાપરા સો વારીયા તા.વાંકાનેર, અજયભાઇ પ્રેમજીભાઇ બાવળીયા રહે.વાંકાનેર નવાપરા સો વારીયા તા.વાંકાનેર, રમેશભાઇ કાનજીભાઇ સારલા રહે. રહે.વાંકાનેર નવાપરા સો વારીયા તા.વાંકાનેર, દિનેશભાઈ અમરસીભાઈ ઝાલા રહે.વાંકાનેર નવાપરા સો-વારીયા તા.વાંકાનેર, કાનજીભાઈ શંકરભાઈ રીબળીયા રહે.વાંકાનેર નવાપરા સો-વારીયા તા.વાંકાનેર, નિકીતાબેન અશોકભાઈ દેકાવાળીયા રહે.વાંકાનેર નવાપરા સો-વારીયા તા.વાંકાનેર, જાગૃતીબેન અલ્પેશભાઈ અદગામા રહે.વાંકાનેર નવાપરા સો-વારીયા તા.વાંકાનેર, હંશાબેન અજયભાઈ બાવળીયા રહે.વાંકાનેર નવાપરા સો-વારીયા તા.વાંકાનેરવાળાને રૂ.13390ની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા, પો.સબ.ઈન્સ એન.એમ ગઢવી, પો.હેઙકોન્સ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા, ધર્મરાજભાઈ ગઢવી, દીવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને સંગીતાબેન નાકીયા જોડાયેલ હતા.

- text