ટંકારાના નસીતપર ગામે મંગળવારે ઐતિહાસિક નાટક અને કોમિક ભજવાશે 

- text


ટંકારા: આગામી તારીખ ૧/૧૧/૨૦૨૨ ને મંગળવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક અને કોમિક ભજવાશે. શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ – નસીતપરના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક રા’નવઘણ યાને આહીરની ઉદારતા સાથે કોમિક દિકરો દયારામ ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી અનુરોધ કરાયો છે.

- text

- text