વાકાનેરના પેટ્રોલ પંપમાં લુંટના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે પકડાયો

- text


પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગાંધીનગર પાસેથી આરોપીને દબોચી લીધો

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે વાકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગાંધીનગર પાસેથી આરોપીને દબોચી લઈને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.

- text

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળી હતી કે કે, વાકાંનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપ પર થયેલ ધાડ-લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી (રહે. વાગવા તા.રાણાપુર જી.જાંબુઆ એમ.પી) વાળો ગાંધીનગર ખાતે છે જે ચોકકસ હકીકત આધારે પેરોલ ફર્લો સ્કવોડના માણસોની ટીમ બનાવીને ગાંધીનગર ખાતે મોકલી તપાસ કરીને આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગીને ગાંધીનગરના પાલજ ગામની પાસે આવેલ નાયપર ફાર્મા નવી બનતી કંપની ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાકાંનેર તાલુકા પોલીસને સોપી આપેલ છે.

- text