મોરબીના મંજુર થયેલા કામો આચારસંહિતા પૂર્વે શરૂ કરાવવા મંત્રીને રજુઆત કરતા કાર્યકર

- text


 

 

મોરબી : આગમી ટુંક સમયમાં રાજયની વિધાનસભાની ચુંટણી આવી રહી છે. અને આચાર-સંહિતા લાગુ પડી જશે. જેથી મોરબી જીલ્લાના મંજુર થયેલા કામો વહેલી તકે શરૂ થઈ જાય તે માટે ટંકારાના વિરપર મચ્છુ ગામના સામાજિક આગેવાન હસમુખભાઈ ગઢવી દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને રજુઆત કરવામાં આવી હતી.

- text

રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જિલ્લાના અનેક કામો મંજુર થઈ ગયા છે. આવા કામો ઝડપથી શરૂ કરવામાં આવે. મોરબી- હળવદ ફોરલેન રોડ, મોરબી -જેતપર ફોરલેન રોડ, મહેન્દ્રનગર ઓવરબ્રીજ, વાઘજીબાપુના બાવલા પાસેનો ઓવરબ્રીજ, સેંટ-મેરી-સ્કુલ પાસેનો રેલ્વે ઓવરબ્રીજ તેમજ હાલમા ચાલતા રાજકોટ-મોરબી રોડ ઉપર બાકી રહેલા ઓવરબ્રીજના કામ વહેલી તકે પુર્ણ કરવા રજુઆત કરેલ છે.

- text