હળવદમાં રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા : 90 ટન રેતી સીઝ

- text


પ્રાંત અધિકારીની કાર્યવાહી : ખાણ ખનીજ વિભાગનો મેમો અપાયો

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામ નજીક બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરી મોરબી તરફ જતા બે ડમ્પરને પ્રાંત અધિકારીએ ધાંગધ્રા રોડ પરથી ઝડપી લીધા છે. ઝડપાયેલ બંને ડમ્પરને હળવદ પોલીસ મથકે સોંપી 90 ટન રેતી સીઝ કરી ખાણ ખનીજ વિભાગનો મેમો ફટકારવામાં આવ્યો છે.

- text

હળવદની બ્રાહ્મણી નદીમાં થતી રેતી ચોરી અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આજે હળવદના ધાંગધ્રા રોડ પર મિયાણી નજીક નદીમાંથી રેતી ભરી મોરબી તરફ જતા ડમ્પર નંબર જીજે36 વી 4737 અને જીજે 36 ટી 7511 માં રેતી ભરેલ હોય જે પ્રાંત અધિકારી હર્ષદિપ આચાર્યને ધ્યાને આવતા તેઓ દ્વારા ડમ્પરને અટકાવી પાસ પરમિટ માંગતા ગેરકાયદેસર રેતીનું વહન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી પ્રાંત અધિકારી દ્વારા બન્ને ડમ્પરમાં રહેલ કુલ 90 ટન રેતી સાથે ડમ્પરને હળવદ પોલીસ મથકે સોપી ખાણ ખનીજનો મેમો ફટકાર્યો હતો.

- text