મોરબીના સુમતિનાથનગરમાં રોડના આડેધડ ખોદાણથી સ્થાનિકો બેહાલ 

- text


ત્રણ માસ પહેલા રોડ ખોદી નાખ્યો છતાં હજુ પણ રોડ બનવાના કોઈ ઠેકાણા ન હોવાથી ખાડામાં ભરાયેલા પાણીની ગંદકી ખૂંદવા સ્થાનિકો મજબુર

મોરબી : મોરબીના સુમતીનાથનગર સોસાયટીમાં પાલિકા દ્વારા રોડ ખોદી નાખ્યા બાદ બદતર પરિસ્થિતિ સર્જાઈ છે. રોડના કામ માટે આડેધડ ખોદાણથી લાઈન તૂટતા ગટરના અને વરસાદના પાણી ભરાતા આ ખાડા માર્ગમાં દૂષિત પાણી અને ગારા કીચડને કારણે લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની છે. ત્રણ મહિના પહેલા રોડને ખોદી નાખ્યા છતાં હજુ રોડ બનાવવાના કોઈ નેઠા ન હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના સુમતીનાથનગર સોસાયટીમાં રહેતા લોકોને જણાવ્યા મુજબ આઠ માસ પહેલા પાલિકા તંત્ર દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ રોડને નવેસરથી બનાવવવા માટે 1 જુલાઈથી ખોદવમાં આવ્યો હતો. પણ કોન્ટ્રાકટર દ્વારા મનફાવે એમ રોડનું આડેધડ ખોદકામ કરતા પાણીની લાઈન અને ગટર તૂટી ગઈ હતી. જેથી પાણી ભરાયા હતા. આ કોન્ટ્રાકટરના માણસોની બેદરકારી હોવા છતાં આ લાઈનના રિપેરીગ માટે સ્થાનિકો પાસેથી રૂ.2200 ઉઘરાવ્યાં હતા. આ વાત ચીફ ઓફિસર સુધી પહોંચતા તેમના હુકમથી સ્થાનિકોને પૈસા તો પરત મળી ગયા પણ કામ ન થયું.

- text

બીજી તરફ રોડ ખોદાયેલો હોય એમાં ગટરના પાણી તેમજ વરસાદના પાણી ભરાતા સ્થાનિકો બેહાલ બની ગયા છે. ગંદા પાણી ભરેલા અને કિચડથી ખદબદતા તેમજ ખાડા ખબડાવાળા રોડ ઉપર લોકોના ચાલવા મજબૂર બનવું પડ્યું છે. રોડ ખાતમુહૂર્ત થયાનો આઠ માસ થયા તેમજ રોડ પણ ખોદાય ગયો હોવા છતાં રોડનું કામ અટકી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

- text