મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ છલકાવા આડે એક ફૂટનું છેટું

- text


33 ફૂટની ઉંચાઈ ધરાવતો ડેમ 32 ફૂટ સુધી ભરાયો : નર્મદા યોજનામાંથી ધીમી આવક ચાલુ રહેતા ડેમ છલકાઈ જવાની આશા  

મોરબી : મોરબીવાસીઓ ઉપર આખા વર્ષનું જળસંકટ તણાઈ ગયું છે. સૌથી મોટી ખુશીની વાત એ છે કે, મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમને હવે છલકાવામાં એક ફૂટનું છેટું રહ્યું છે. 33 ફૂટની ઉંચાઈ ધરાવતો ડેમ 32 ફૂટ સુધી ભરાયો છે. જો કે હાલ વરસાદ ન હોય અને માત્ર નર્મદાની અને એ પણ એકદમ ધીમી આવકને લીધે ડેમને છલકાવામાં થોડા વિલંબ થયો છે.

મોરબીમાં અને ઉપરવાસમાં ઓણસાલ ચોમાસુ ભરપૂર રહ્યું હોય એમ ત્રણ મહિના સારો વરસાદ પડ્યા બાદ ભાદરવો પણ ભરપૂર રહેતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. આ ડેમ 33 ફૂટનો હોય અને 32 ફૂટ ભરાઈ જતા હવે એક ફૂટ ભરવાનો બાકી રહ્યો છે. હાલ વરસાદ નથી અને ઉપરથી નર્મદા કેનાલ આધારિત જ આ ડેમમાં પાણી આવક હોય અને એ આવક પણ ઘટી જતાં એટલે માત્ર 120 ક્યુસેક આવક હોવાથી ડેમને છલકાવામાં વાર લાગી છે. ત્યારે હવે ઉપરવાસમાં વરસાદ થાય તો ટુક સમયમાં જ આ ડેમ ઓવરફ્લો થઈ જશે. પણ વરસાદ કદાચ ન પડે તો પણ નર્મદાની ધીમી આવક ચાલુ રહે તો પણ ધીરેધીરે ડેમ ભરાઈ જાય એવી આશા સેવાઈ રહી છે.

- text

- text