મોરબીમાં ગાંધી જયંતિએ કોંગ્રેસ પીપળી રોડ ઉપર રેલી કાઢી લોકોની વેદનાને વાચા આપશે 

- text


ચૂંટણીના આઠ વચનો મતદારોને ઘેર ઘેર પહોંચાડવા રણનીતિ ઘડવા કોંગ્રેસની બેઠક યોજાઈ 

મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ મોરબીમાં કોંગ્રેસ સક્રિય બની છે ત્યારે આગામી તા.2જી ઓક્ટોબરે ગાંધી જયંતીના અવસરે મોરબી કોંગ્રેસ દ્વારા લોકોની વેદનાને વાચા આપવા જેતપર, પીપળી, અણિયારી રોડ ઉપર બાઈક રેલી યોજવાની સાથે ચૂંટણી ઢંઢેરાના આઠ વચનો મતદારોના ઘેર-ઘેર પહોંચાડવા રણનીતિ ઘડી કાઢી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન અનુસાર મોરબીના પાટીદાર હૉલ, ભક્તિનગર સર્કલ પાસે,મોરબી ખાતે કોંગ્રેસની મિટિંગ યોજાય હતી.જેમાં મોરબી શહેર,મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન,દરેક બુથ પર કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના તથા ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ દિવસે પીપળી- જેતપર -અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસની આ બેઠકમાં મોરબી તાલુકા-શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો,દરેક ફ્રન્ટલ- સેલ,મોરચાના પ્રમુખો,સ્થાનીક સ્વરાજની ચૂંટણી લડેલ ઉમેદવારો, કોંગ્રેસના કાર્યકર્તા ભાઇઓ – બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- text

- text