હવે આઉટસોર્સ કર્મચારીઓ પણ કાલે ગુરુવારેથી બેમૂદતી હડતાલના માર્ગે

- text


હળવદ અને ટંકારા પંથકના આઉટસોર્સના કર્મીઓએ કાયમી કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી 24 કલાકનું અલટીમેટમ આપ્યું

હળવદ : આજરોજ હળવદ પ્રાંત અધિકારીને આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ એ કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા સહિતની પાંચ માંગણીઓને લઈ રજૂઆત કરી છે. આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલે ગુરુવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

પ્રાંત અધિકારીને અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારી જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે, કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલ કરવાના લાભો, એલટીસી અને જીવન વીમા ના લાભો આપવામાં આવે,સરકારી કર્મચારીઓને મળતા જી પી એફ અને સીપીએફના લાભો આપવામાં આવે , તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે,રાજ્યની તમામ લાંબા ગાળાની જગ્યાઓ અને યોજનામાં આઉટસોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવવામાં આવે તેવી માંગ કરી છે.

- text

વધુમાં એ પણ જણાવ્યું છે કે ભારત સરકારને રાજ્ય સરકાર દ્વારા લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવાનો આગ્ર રાખવામાં આવતો હોય છે ત્યારે આ કંપનીઓ એજન્સીઓ કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન મુજબ પગાર શા માટે ચૂકવતી નથી.? જેથી આઉટસોર્સિંગ ના કર્મચારીઓને સરકારશ્રી દ્વારા એજન્સીઓ મારફત ચૂકવવામાં આવતું વેતન જોડ સીધું જ આઉટસોર્સિંગ કર્મચારીઓના ખાતામાં ડીબીટી મારફતે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ચૂકવવાનું થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ઉપરોક્ત પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તા. 22/ 9 /2022 થી ચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચારી છે.

- text