મોરબીમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 31મીમી વરસાદ

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રી બાદ આજે સવારથી મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ જારી રાખતા સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વધુ સવા ઈંચ એટલે કે 31 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે જ માળિયામાં 17 મીમી, ટંકારામાં 12મીમી, વાંકાનેરમાં 5 મીમી અને હળવદમાં 6 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલરૂમ મોરબીના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text

- text