મોરબીમાં વરસાદને પગલે અનેક શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

- text


વરસાદને પગલે જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીએ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને જરૂર જણાયે રજા રાખવા સૂચના આપી

મોરબી : મોરબી પંથકમાં રાતભર અને આજે સવારથી પણ ધીમીધારે કે ધોધમાર રીતે વરસાદ ચાલુ હોવાથી ઠેર-ઠેર પાણી ભરવાના કારણે સ્કૂલોના વિદ્યાર્થીઓને હેરાન ન થવું પડે એ માટે જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીએ દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને જરૂર જણાયે રજા રાખવા સૂચના આપતા મોરબીની અનેક સવારની શાળાઓમાં રજા રહી હતી.

- text

મોરબીમાં છેલ્લા 10 કલાકથી સતત વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. આથી વહેલી સવારે પ્રાથમિક અને માધ્યમિક શાળાએ જતા વિદ્યાર્થીઓને વરસાદી પાણી ભરાવવાથી તેમજ વરસાદથી કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી. એન.વી.રાણીપાએ શાળાઓના પ્રિન્સિપાલ માટે સૂચના પરિપત્ર જાહેર કર્યો હતો કે, ગઈકાલ રાતથી તેમજ હાલ સવારે પણ વધારે વરસાદ હોવાને લીધે આજે તારીખ 15ના રોજ પ્રાથમિક શાળાઓમાં અને મધાયમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકો માટે રજાનો નિર્ણય આપની કક્ષાએથી લેશો અને શિક્ષકોએ ફરજ પર હાજર રહેવાનું રહેશે જેની આપની કક્ષાએથી સૂચના આપશો. આ પરિપત્રને લઈને આજે સવારની ઘણી સ્કૂલો બંધ રહી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી. જ્યારે બીજી ઘણી ખાનગી સ્કૂલો વરસાદી વાતાવરણ વચ્ચે પણ ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text