જુના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો

- text


વાંકાનેરના સરતાનપર રોડ પર ઓરબ સીરામીક પાસે ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર ઓરબ સીરામીક પાસે જુના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાનને ફ્રેકચર જેવી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે અને તેણે આ બનાવ અંગે ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

- text

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ વાંકાનેર નજીક આવેલ સરતાનપર રોડ પરના ઓરબ સીરામીક કરખાનામાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઇ કાનજીભાઇ મેમકીયા (ઉવ.૨૨) નામના યુવાને આરોપીઓ સામત ઘુઘાભાઇ જોગરાણા, બાથાભાઇ ઘુઘાભાઇ જોગરાણા, ગોપાલ ગભુભાઇ, અજુભાઇ કાળુભાઇ જોગરાણા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી બાથા ઘુઘાભાઇ સાથે અગાઉ તેમના ગામમાં ઝઘડો થયેલ જેનુ મનદુઃખ રાખી આ આરોપીઓ ફોરવ્હીલ કાર લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સામત ઘુઘાભાઇએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને જમણા પગમાં નળાના ભાગે માર મારી ચાર ફેક્ચર જેવી ઇજા પહોંચાડી તેમજ આરોપી બાથા ઘુઘાભાઇએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને ડાબા હાથમાં કાંડા પાસે માર મારી એક ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text