હળવદનો બ્રાહ્મણી-2 શક્તિ સાગર ડેમ ઓવરફ્લો, એક દરવાજો એક ફૂટ ખોલાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ચારેક દિવસથી સતત વરસાદ વચ્ચે ગતરાત્રથી આજ સવાર સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હળવદ પંથકમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે અને હાલ વરસાદ ચાલુ છે.ત્યારે ધ્રાગંધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલના પાણીની આવકને પગલે હળવદનો બ્રાહ્મણી-2 શક્તિ સાગર ડેમ ઓવરફ્લો થયો છે અને આ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે. હાલમાં આ ડેમમાં 450 ક્યુસેક પાણી આવતું હોય એટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text