હળવદનો બ્રાહ્મણી-1 ડેમ ભરવા મામલે ખેડૂતો સામસામે

- text


બાર ગામના ખેડૂતો ડેમ ભરવાના તો ત્રણ ગામના ખેડૂતો ડેમ નહીં ભરવાની માંગને લઈ જીદે ચડ્યા

હળવદ : હળવદ તાલુકાના પલાસણ નજીક આવેલ બ્રાહ્મણી -1 એટલે કે હરપાલ સાગર ડેમ હાલમાં નર્મદાના નિરથી ભરવામાં આવી રહ્યો છે. અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડતા આ ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે 12 ગામના ખેડૂતો ડેમ ભરવાની માંગ કરી રહ્યા છે તો અન્ય ત્રણ ગામના ખેડૂતોએ ડેમના પાછલા ભાગે વાવેતર કર્યું હોય ડેમ નહીં ભરવાની માંગ ઉઠાવતા ખેડૂતોની આંતરિક બબાલમાં સિંચાઈ વિભાગની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની છે.

હળવદનો બ્રાહ્મણી-1(હરપાલ સાગર) ડેમમાં હાલ ૧૫.૫૦ ફુટની સપાટીએ ભરાયેલો છે અને મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ થકી ડેમમાં વધુ પાણી નાખવાની માંગ સાથે પાંડાતીરથ,મેરૂપર,સુંદરગઢ કડીયાણા,ગોલાસણ,રણજીતગઢ, ધનાળા,દેવળીયા,સુરવદર,ઈશ્વર નગર,ધનાળા સહિતના ગામના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેની સામે પલાસણ, સુંદરી ભવાની અને કરસનગઢ ગામના ખેડૂતોએ ડેમના પાછળના ભાગમાં વાવેતર કર્યું હોય જેથી ડેમ ભરવાનો વિરોધ નોંધાવ્યો છે.

- text

બીજી તરફ આજે કરસનગઢ ગામ નજીક મોરબી બ્રાન્ચ ની નર્મદા કેનાલના ગેટ પાસે ખેડૂતો એકઠા થયા હતા તેની સાથે સાથે નર્મદા નહેરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જોકે અધિકારીઓ ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ સાબિત થયા છે અને હાલ ડેમમાં પાણીઠાલવવાનું બંધ કર્યું હોવાનું જાણવા મળે છે.

- text