જેતપર-પીપળી રોડ ઉપર જીવલેણ ખાડાઓને કારણે 3 કલાકથી ટ્રાફિકજામ

- text


મસમોટા ખાડાઓમાં ચારેક વાહનો ફસાઈ જતા ટ્રાફિકજામ થયો

ચાલુ વરસાદે અંદાજીત બબ્બે કિમિ સુધી વાહનોની કતારો લાગતા ટ્રાફિક જામમાં ફસવાથી લોકો હેરાન થયા

મોરબી : મોરબીના સીરામીક ઝોનનો જેતપર-પીપળી રોડ હમણાંથી પડતા વરસાદને કારણે ખાડાઓનો અખાડો બની ગયો છે. ઠેર-ઠેર પડેલા પાણી ભરેલા ખાડા તારવવા જતા આજે સવારે જેતપર-પીપળી રોડ ઉપર જીવલેણ ખાડામાં ચાર વાહનો ફસાઈ જવાના કારણે કારણે 3 કલાકથી ટ્રાફિકજામ થયો હતો અને ચાલુ વરસાદે અંદાજીત બબ્બે કિમિ સુધી વાહનોની કતારો લાગતા ટ્રાફિકમાં ફસાવાથી લોકો હેરાન થયા હતા.

- text

મોરબીની ધોરી નસ સમાન મહત્વનો કહી શકાય તેવા જેતપર પીપળી રોડની ફરી એટલી હદે બુરી દશા થઈ ગઈ છે કે આ રોડ ઉપર ડામર શોધ્યો જડે એમ નથી. રોડ ઉપર ફક્ત ખાડે ખાડા જ દેખાઈ છે. એમાં વરસાદ પડવાથી આ ખાડાઓ પાણીથી ભરાઈ જવાને કારણે લોકોને થોડે દૂરથી પણ ખ્યાલ રહેતો નથી કે અહીં ખાડો છે. તેથી લોકો ખાડામાં ફસાઈ જાય છે. આજે જેતપર પીપળી રોડ ઉપર ઠેરઠેર પડેલા ખાડાથી તારવી તારવીને વાહન ચલાવવા પડતા હોય એના કારણે પણ મસમોટા ખાડા હોવાથી ટ્રેક્ટર સહિત ચાર વાહનો ફસાઈ ગયા હતા.

ખાડામાં ફસાઈ ગયેલા વાહનોને બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. મહામહેનતે વાહનો બહાર નીકળતા અને એમાં ખાસ્સો સમય લાગતા હજારો વાહનોની અવરજવર ધરાવતા આ રોડ ઉપર ટ્રાફિકજામ થયો હતો. છેલ્લા ત્રણ કલાકથી ટ્રાફિકજામ થતા બેથી થી ત્રણ કિમિ સુધી વાહનોની લાઈનો લાગી હતી અને કલાકો સુધી લોકો ટ્રાફિકજામમાં ફસાઈ જવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

- text