માળીયા તાલુકામાં મીઠું પકવી શકાય તેવી જમીન પરથી દબાણ દુર કરાવવા રજૂઆત

- text


માળીયા : અખિલ હિન્દ વિચરતી, અર્ધ વિચરતી અને વિમુકત જાતિ મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને માળીયા (મી.) તાલુકાની મીઠું પકાવી શકાય તેવી જીરો સર્વે નંબરો વાળી જમીનોનું ડ્રોન કેમેરા દ્વારા સર્વે કરાવીને દબાણ દૂર કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, માળીયા મીયાણા તાલુકાની મીઠું પકવી શકાય તેવી જીરો સર્વે નંબરો વાળી જમીનોમાં હજારો એકર જમીનોમાં ગેરકાયદે દબાણ થયેલ હોવાની અવાર નવાર ફરીયાદો ઊઠી છે. ત્યારે જે જમીન ઉપર જેઓનો પ્રથમ હક્ક અને અધિકાર છે એવા મુળ નિવાસી વિચરતી અને વિમુકત જાતિના લોકો શાક્ષણિક રીતે તદન અભણ અને અજ્ઞાન હોવાથી પોતાનો હક્ક સરકાર પાસેથી મેળવી શકતા નથી અને રાજકીય રીતે વગ ધરાવતા અને આર્થિક રીતે સધ્ધર એવા જિલ્લા બહારના અને પરપ્રાંતિય લોકો સરકારી નિયમોની એસીતેસી કરીને હજારો એકર જમીનો મીઠું પકવવા હડપ કરી બેઠા છે.

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, મુળ નિવાસી એવા વિચરતી અને વિમુકત જાતિના લોકો પોતાના પરીવારનું ભરણ પોષણ કરવા શહેરો તરફ હિજરત કરવા મજબુર બની ગયા છે. ત્યારે આવા પરિવારોને ન્યાય આપાવવા દબાણ કરાયેલી જીરો સર્વે નંબરો વાળી જમીનોનું ડ્રોન કેમેરા દ્વારા પુરી નિષ્ઠાથી સર્વે કરાવી ગેરકાયદે કબજાવાળી જમીનો માફીયાઓ પાસેથી પરત લઈ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે તદન પછાત અને ગરીબ એવા મૂળ નિવાસી વિચરતી અને વિમુકત જાતિના લોકોને ૧૦-૧૦ એકર જમીનો મીઠું પકવવા આપીને તેઓનું જીવન નિર્વાહ ચલાવીને જીવનધોરણ સુધારી શકે અને આર્થિક રીતે પગભર બનાવી સમાજમાં ગૌરવભેર જીવન ગુજારી શકે તેવા પ્રયાસો હાથ ધરવા કલેક્ટરને રજુઆત કરાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text