વાંકાનેરમાં બેન્ક કર્મચારીના રહેણાંકમાં રૂપિયા 2 લાખની માલમતાની ચોરી

- text


ગુલશન પાર્કમાં રહેતા બેન્ક કર્મચારી મોરબી મિટિંગમાં જઈ સસરાની ઘર રોકાયા અને તસ્કરોએ તક ઝડપી લીધી 

વાંકાનેર : વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના કર્મચારી ગઈકાલે મોરબી મિટિંગમાં ગયા બાદ રાતીદેવડી ખાતે સસરાને ઘેર રાત્રી રોકાણ કરતા પાછળથી તસ્કરોને બંધ મકાનને નિશાન બનાવવા મોકો મળી જતા અંદાજે બેથી અઢીલાખ રૂપિયાની માલમતા ચોરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગુલશનપાર્ક સોસાયટીમાં રહેતા રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કના કર્મચારી ઈરફાનભાઈ નૂરમામદભાઈ વકાલીયા ગઈકાલે મોરબી ખાતે સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં પરિવાર સાથે હાજરી આપવા આવ્યા બાદ પરત ફરતી વેળાએ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે સસરાનાં ઘરે રાત્રી રોકાણ કરતા ગુલશનપાર્ક સોસાયટીનું તેમનું બંધ મકાન તસ્કરોની નજરે ચડી ગયું હતું.

 

દરમિયાન આજે સવારે બેન્કના કર્મચારી ઈરફાનભાઈ નૂરમામદભાઈ વકાલીયા પરિવાર સાથે ઘેર પરત ફરતા બંધ મકાનના તાળા તૂટેલા હતા અને ઘરમાં સમાન વેરવિખેર પડ્યો હોય ચોરી થયાનું જણાતા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વધુમાં અમારા પ્રતિનિધિના અહેવાલોમાં જણાવ્યા મુજબ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીત કુલ મળી બે લાખથી અઢી લાખ રૂપિયાની માલમતા ચોરી કરી ગયા હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે. હાલમાં વાંકાનેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

- text