મોરબીમાં પારકા ખુલ્લા પ્લોટમાં રેતી – કપચી નાખવા મામલે બબાલ

- text


રવાપર ધુનડા રોડ ઉપર પ્લોટ માલિકને જાનથી મારી નાખવા ધમકી : સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર વેપારીના ખુલ્લા પ્લોટમાં પાડોશી પ્લોટ ધારકે રેતી-કપચીના ઢગલા કર્યા હોય વેપારીએ આ ઢગલા ઉપાડી લેવાનું કહેતા પાંચ શખ્સોએ ગાળા ગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર પ્લોટ ધરાવતા વિશાલભાઇ પ્રદીપભાઇ સેજપાલના ખુલ્લા પ્લોટમાં બાજુમાં બાંધકામ શરૂ કરવામાં આવતા આ પ્લોટમાં વિશાલભાઇ પ્રદીપભાઇ સેજપાલની સહમતી વગર રેતી અને કપચીના ઢગલા કરવામાં આવતા તેઓએ આ બાબતે દિનેશભાઇ લક્ષ્મણભાઇ કાલરીયા, વિજયભાઇ દામજીભાઇ ભાડજા, દિનેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રા, વિનોદભાઇ અંબારામભાઇ કાસુન્દ્રા અને ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રાને સ્થળ ઉપર જઈ ફોન કરી આ ઢગલા ઉપાડી લેવા કહેતા તેઓને તમામ શખ્સોએ મળી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

બીજી તરફ સામાવાળા દિનેશભાઇ લક્ષ્મણભાઇ કાલરીયા, રહે.મોરબી પુનીતનગર સોસાયટી કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાએ પણ
વિશાલભાઇ પ્રદીપભાઇ સેજપાલ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીના પ્લોટમાં રેતી, કપચી રાખી હોય જે ઉપાડી લેશુ તેમ સમજાવ્યા છતાં વિશાલભાઈએ ગાળા ગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

- text