આજે ગણપતિ બાપાને ધરાવો માવાના મોદક, જાણો રેસીપી

- text


દરેક જગ્યાએ ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાય રહ્યો છે. લોકો અવનવી મીઠાઈઓ, મોદક ધરાવી બાપાને પ્રસંગ કરી રહ્યા છે. તો આજે અમે પણ તમારા માટે બાપાને ધરાવવા માવાના મોદકની રેસીપી લઈને આવ્યા છીએ. આ મોદક ખૂબ ઓછી સામગ્રીમા ઘરે આસાનીથી બનાવી શકાય છે. તો તમે પણ નોંધી લો માવાના મોદકની રેસીપી…..


સામગ્રી:-

400 ગ્રામ માવો
¼ કપ ખાંડ
¼ ચમચી ઇલાયચીનો પાવડર
કેસર
પીસ્તાની કતરણ


બનાવવાની રીત:-

માવા મોદક બનાવવા માટે સૌ પ્રથમ એક નોન સ્ટિક પેન લો અને એને ધીમા ગેસે ગરમ કરવા મુકો. આ પેન તમારે ફાસ્ટે ગેસે મુકવાનું નથી.  ત્યારબાદ આ પેનમાં માવો અને ખાંડ એડ કરો.

પેનમાં માવો અને ખાંડનું મિશ્રણ એક થવા લાગે એટલે એમાં કેસર એડ કરો. આ મિશ્રણ તમારે સતત હલાવતા રહેવું પડશે. માવો અને ખાંડ નાખ્યા પછી એક વાતનું ધ્યાન એ રાખો કે ગેસ ધીમો રાખવાનો છે. ફાસ્ટ ગેસે તમે આ મિશ્રણ કરશો તો ચોંટી જશે અને દાઝી જવાની સ્મેલ પણ આવશે. આમાં તમારે બૂરું ખાંડ નાંખવાની નથી.

- text

ત્યારબાદ આ મિશ્રણમાં ઇલાયચી પાવડર મિક્સ કરો. હવે ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો. આ બધુ જ મિક્સ કરી લો એટલે ચમચાની મદદથી સતત હલાવતા રહો જેથી કરીને મિશ્રણ નીચેથી દાઝે નહિં અને ટેસ્ટ બદલાય નહિં.

મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે એના મોદક વાળી લો. તો તૈયાર છે ટેસ્ટી માવાના મોદક. માવાના મોદક તમે આ પ્રોપર માપથી બનાવશો તો ટેસ્ટમાં બહુ મસ્ત બનશે. આ મોદકમાં તમે ઉપરથી પિસ્તાની કતરણ પણ લગાવી શકો છો.

તમારા ઘરમાં બધાને ગળ્યુ વધારે ભાવે છે તો તમે ખાંડ વધારે એડ કરી શકો છો. તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમે ખાંડનું પ્રમાણ ઓછુ કરો. આ સાથે જ તમે મોદકમાં કેસરનું પ્રમાણ પણ થોડુ વધારે એડ કરી શકો છો.


- text