મોરબીમાં મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને પાલિકામાં મોરચો

- text


લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસોમાં લાંબા સમયથી ગટર, લાઈટ, સફાઈ સહિતની સુવિધાનું નામોનિશાન જ નહીં, સ્થાનિક રહીશોએ આજે પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર જ્યાંથી મુખ્યમંત્રી આવાસ યોજના બની છે. ત્યારથી જ આ મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. અનેક રજુઆત કરવા છતાં લાંબા સમયથી ગટર, લાઈટ, સફાઈ સહિતની સુવિધાનું નામોનિશાન જ ન હોવાથી સ્થાનિક રહીશોએ આજે પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ચૂંટણીના બેહિષ્કારની ચીમકી આપી છે.

- text

મોરબીના લીલાપર રોડ ઉપર જ્યાંથી મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસમાં રહેતા લોકોની હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ લોકોએ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજુઆત કરી હતી કે, મુખ્યમંત્રી આવાસો બન્યાને ઘણો સમય થઈ ગયો તેમ છતાં નગરપાલિકા દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓમાં લાઈટ, પાણી, ગટર, સફાઈ કરવામાં આવતી જ નથી. વર્ષોથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વણઉકેલ છે. સફાઈ કરવા પણ કોઈ આવતું નથી. જો કે આ રહેવાસીઓના પ્રસંગો માટે બનાવેલા કોમ્યુનિટી હોલ નગરપાલિકા ગોદામની જેમ વાપરી રહી છે. આ કોમ્યુનિટી હોલમાં નગરપાલિકાની વર્ષો પહેલાની સ્ટ્રીટ લાઈટોનો જથ્થો ભરેલો છે. જેમાં ચોરી પણ થાય છે. આ કોમ્યુનિટી હોલમાં પાલિકાનો સામાન ભરેલો હોય અહીંના લોકો પ્રસંગો ઉજવો શકતા નથી. આથી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા નો પ્રશ્ન હલ ન થાય તો રહીશોએ આગામી ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

- text