મોરબી પંથકમાં વરસાદી માહોલ જામ્યો : 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

- text


ટંકારા પંથકમાં પણ સતત વરસાદ

મોરબી : મોરબી પંથકના છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે મોરબીમાં રાત્રીના 9 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. અને વચ્ચે વચ્ચે ભારે વરસાદી ઝાપટા પણ થઈ રહ્યા છે. મોરબી શહેર ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યાંના સમાચાર મળી રહ્યા છે. જયારે મોરબી ઉપરાંત ટંકારા પંથકમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યાંનું અમારા પ્રતિનિધિ જયેશ ભટ્ટાસનાએ જણાવ્યું હતું. સાતમ આઠમના તેહવાર શરૂ થતાની સાથે જ મેઘરાજાએ પણ સૌરાષ્ટ્રમાં મુકામ કરતા મેળાના આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

- text

જ્યારે હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરષ્ટ્રમાં 17 ઓગસ્ટને બુધવારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોરબી જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

- text