મોરબીમાં છેલ્લા 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં મોરબી શહેરને બાદ કરતા અન્ય તાલુકાઓમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડામાં મુજબ મોરબી શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે માળીયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાં છુટા છવાયા ઝાપટા વચ્ચે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી.

- text