મોરબીના ઘુંટુ નજીક રોંગ સાઈડમાં આવેલી સ્વીફટ કારે ઠોકર મારતા રીક્ષા પલટી : 3 ઘાયલ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી – હળવદ હાઇવે ઉપર બનેલી ઘટના, અકસ્માત સર્જી કાર ચાલક ફરાર

મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર ઘુંટુ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલ સ્વીફ્ટ કારના ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલટી ગઈ હતી અને રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હળવદ – મોરબી હાઇવે ઉપર મુસાફરોને બેસાડી રીક્ષા ચાલક રઘુભાઇ ખુમાનભાઇ પઢીયાર, રહે-હાલ નીચી માંડલ બાપા સીતારામની મઢુલી પાસે તા-જી-મોરબી મુળ રહે-કલ્યાણપુર (કોઢ) તા.ધ્રાગધ્રા વાળા પોતાની રીક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાંથી સ્વીફટ કાર નંબર GJ-36-AC-1345નો ચાલક ધસી આવ્યો હતો અને જોરદાર ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી.

- text

વધુમાં રીક્ષા પલટી જતા રીક્ષા ચાલક રઘુભાઇ ખુમાનભાઇ પઢીયારને સાથળના ભાગે ફ્રેક્ચર તેમજ મૂંઢ ઇજાઓ થવાની સાથે રિક્ષામાં બેઠેલા બબલુભાઈ અને બિરજબાનભાઈને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમબ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪,૧૧૯ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text