મોરબીમાં સિરામિકની દુકાનમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

- text


સિરામિક વેપારને બદલે બહારથી માણસો બોલાવી રમાડાતો હતો જુગાર

મોરબી : મોરબી શહેરના પીપળી રોડ ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી સિરામિકની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર કલબ ચલાવવામાં આવતી હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 43,900 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ બિઝનેશ સેન્ટરમાં આવેલી લોરીયસ સિરામિક નામની દુકાનમાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમી મળતા પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન સિરામિકની દુકાનમાં વ્યાપારને બદલે નાલ ઉઘરાવી આરોપી ચિરાગભાઇ રમેશભાઇ સરડવા જુગાર રમાડાતો હોવાનું બહાર આવતા પોલીસે જુગારની મહેફિલ માંડનાર ચિરાગભાઇ રમેશભાઇ સરડવા, કયુરભાઇ ઉર્ફે અલ્પો નાગજીભાઇ બાવરવા, બંસીભાઇ હરગોવિંદભાઇ અધારા, , હસમુખભાઇ શાંતીલાલભાઇ દેસાઇ અને જીગ્નેશભાઇ નવલભાઇ મેરજા રહે.મોરબી વાળાને તીનપતિ રમતા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 43,900 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text