મોરબી લાયન્સનગરમાં જુગારની મહેફિલ માંડનાર છ મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં જાહેરમાં જુગારની મહેફિલ શરૂ કરનાર છ માનુનીઓ સીટી બી ડિવિઝન પોલીસ ટીમની ઝપટે ચડી ગઈ હતી. પોલીસે આ જુગાર દરોડામાં રોકડા રૂપિયા 16,120 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં જુદા જુદા વિસ્તારમાંથી એકત્રિત થયેલી મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં પાના ટીચતા ચેતનાબેન નવીનભાઇ ગોવિંદભાઇ ગુર્જર, સોનલબેન નવીનભાઇ ગુર્જર, મનીષાબેન પ્રવિણભાઇ ચુડાસમા, ગીતાબેન વાઓ વિશ્રામભાઇ રામજીભાઇ ગણાત્રા, જોશનાબેન કાંતીભાઇ દવે અને જોશનાબેન દિલીપભાઇ સોલગામા નામના મહિલાઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 16,120 કબ્જે કરી જુગારધારા અન્વયે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- text