મોરબીના પંચાસર રોડ અને વજેપરમાં જુગારના દરોડા : 9 ઝબ્બે

- text


અલગ અલગ બે દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 22,600 કબ્જે કર્યા

મોરબી : મોરબી સીટી ડિવિઝન પોલીસ ટિમ દ્વારા ગઈકાલે પંચાસર રોડ અને વજેપર વિસ્તારમાં જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં 9 જુગારીઓને તિનપતિ રમતા ઝડપી લઈ કુલ મળી રોકડા રૂપિયા 22,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પંચાસર રોડ ઉપર ગીતા ઓઈલમિલ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જુસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા, રહે.લાતી પ્લૉટ શેરી નં.૧૨, મુસ્તાકભાઈ ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા, રહે.મોરબી પંચાસર રોડ, રફીકભાઈ તારમામદભાઈ સુમરા, રહે. પંચાસર રોડ ભારતપરા, કાસમભાઈ દાઉદશા શાહમદાર, રહે. પંચાસર રોડ કાંટાની બાજુમા, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા/સંધી, રહે.પંચાસર રૉડ ભારતપરા મોરબી અને શૌકતભાઈ અલીભાઈ બાંભણીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 21,200 કબ્જે કરી જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વજેપર શેરી નંબર 15ના નાકા પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા ગીરીશભાઈ નારણભાઈ કણઝારીયા, રહે. વજેપર શેરી નં.૧૩ મોરબી, ફારુકભાઈ ઈકબાલભાઈ પાયક, રહે. વજેપર શેરી નં.૧૩ મોરબી અને નારણભાઈ નરશીભાઈ કણઝારીયા, રહે.વજેપર શેરી નં.૧૩ મોરબી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 1400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text