છેલ્લા 24 કલાકનો વરસાદ: મોરબીમાં દોઢ, ટંકારામાં સવા ઈંચ

- text


ગઈકાલે સવારે છથી આજે સવારે 6 દરમિયાન મોરબીમાં 38 મિમી, ટંકારા 29મિમી, વાંકાનેરમાં 15 મિમી, માળીયામાં 5 મિમી વરસાદ પડ્યો, હાલ મેઘવીરામ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મેઘરાજા આખો દિવસ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને કટકે કટકે મોરબી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.જેમાં ગઈકાલે સવારે 6થી આજે સવારના 6 દરમિયાન મોરબીમાં 38 મિમી, ટંકારા 29મિમી, વાંકાનેરમાં 15 મિમી, માળીયામાં 5 મિમી વરસાદ પડ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ આખો દિવસ ક્યારેય ધીમીધારે તો ક્યારે મુશળધાર રીતે મેઘકૃપા વરસાવી હતી. આખા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક મેઘકૃપા થઈ હતી. ખેડૂતો ખુશખુશાલ બની ગયા હતા. નદી નાળા, વોકળા બે કાંઠે વહેવા લાગ્યા હતા. ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે શનિવારે સવારે 6થી આજે રવિવારે 6 વાગ્યે એ 24 કલાક દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદની વિગત મુજબ મોરબીમાં 38મિમી,ટંકારામાં 29મિમી, વાંકાનેરમાં 15મિમી અને માળીયામાં 5 મિમી વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદમાં વરસાદ નોંધાયો જ ન હતો. દરમિયાન આજે સવારે 6થી આજે 10 વાગ્યા સુધીમાં વરસાદ ક્યાય વાવડ નથી. હાલ મેઘાડંબર અને સૂર્યદાદાની અલપ ઝલપ વચ્ચે મેઘવીરામ છે.

- text