સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

- text


યોગ, રક્તદાન કેમ્પની સાથે અંગદાનના સંકલ્પ લેવાયા

મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ, કોમર્સે તથા સાયન્સ કૉલેજમાં યોગ અને બ્લડ ડોનેશન કેમ્પ સાથે વિદ્યાર્થીઓ દ્વારા અંગદાનનો સંકલ્પ લઇ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ, કોમર્સે તથા સાયન્સ કૉલેજમાં યોગ દિવસે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેથી યોગની સાથે રક્તદાન અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના મંત્રી રજનીભાઇ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી, મુખ્ય અતિથિ ડૉ.સૌમ્યાબેન મિશ્રા,ડો.લખમણભાઇ કંઝરિયા વગેરેએ હાજર રહી સર્વેને પ્રોત્સાહિત કરેલા તેમજ સંલગ્ન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ગરમોરા તથા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.માંડવીયા કૉલેજના કોલેજના ટીચિંગ – નોન ટીચીંગ સ્ટાફ તથા એનસીસી કેડેટ,NSSના વિદ્યાર્થી મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન પ્રા.રામભાઇ વરોતરિયા તથા કેપ્ટન શર્મા દ્વારા કરવામાં આવેલ હતો.બ્લડ ડોનેશનની વ્યવસ્થા આર્મી FC ઈમરજન્સી બ્લડ ગૃપના જગદીશ વનોલ, સુખવિન્દર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી.સિવિલ હોસ્પિટલના સ્ટાફની જહેમત તેમજ તમામ એનસીસી કેડેટના કારણે કાર્યક્રમ ઉત્તમ રહ્યો હતો.

- text

- text