મોરબીના વાવડી રોડ ઉપર કારની ઠોકરે બે સગાભાઈ ઘાયલ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલ પમ્પ નજીક આઇટેન કારની ઠોકરે બે એક્ટિવા સવાર ભાઈઓ ઇજાગ્રસ્ત થતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલ પમ્પ નજીક આઇટેન રજીસ્ટ્રેશન GJ-03-JC-8220 નંબરના કાર ચાલકે એક્ટિવાને સામેથી ટક્કર મારતા એક્ટિવા સવાર પ્રતિક ભીમજીભાઈ પરમારને બંન્ને પગની સાથળના ભાગે ફેક્ચર થયું હતું. જ્યારે પાછળ બેસેલ ભાવીક ભીમજીભાઈ પરમારને જમણા પગે સાથળમાં તથા ઉપરના થાપાના સાંધામાં તથા જમણા હાથના કાંડામાં ઇજાઓ થતા બન્ને યુવાનોના પિતા ભીમજીભાઈ રતીલાલ પરમારે આઇટેન કારના ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text