નવલખી નજીકથી જામગરી બંદુક સાથે એકને ઝડપી લેતી એસઓજી પોલીસ

- text


મોરબી : મોરબીમાં ગેરકાયદે હથિયાર ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે નવી નવલખી ગામના ઝાપા નજીકથી જામગરી બંદુક સાથે એકને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવી નવલખી ગામના ઝાપા નજીકથી આરોપી કાદરભાઇ મામદભાઇ ઉર્ફે અબ્દુલભાઇ જામ/મિયાણા ઉ.25 નામના યુવાનને લાયસન્સ કે પરવાના વગર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text