મોરબીમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધાર્થી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

- text


સિટી બી ડિવિઝન પોલીસે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાંથી દબોચી લીધો

મોરબી : મોરબીમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થીને સિટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા રંગે હાથ ઝડપી લઇ રૂપિયા એક લાખની કાર અને રૂપિયા 28,080નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અહીંની એલઇ કોલેજના ગ્રાઉન્ડમાંથી અનંતનગરમાં રહેતા અને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉ.22ને હ્યુન્ડાઇ એસેન્ટ કારમાં વિદેશી દારૂ રોયલ ચેલેન્જની 54 બોટલ કિંમત રૂપિયા 28,080 સાથે ઝડપી લઈ રૂપિયા 1 લાખની કાર પણ ગુન્હાના કામે કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text