આમરણ માળીયા હાઇવે ઉપર દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા

- text


મોરબી : માળીયા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે આમરણથી માળીયા મી હાઇવે રોડ પર નીરૂબેનનગર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

- text

માળીયા પોલીસને પેટ્રોલીગ દરમ્યાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ઇક્કો સ્પોટ કાર નં-GJ-06-MD-6886 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરીને આમરણથી માળીચા તરફ આવે છે.તેવી ચોક્કસ હકિકત મળતા પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી આરોપી કૃષ્ણદેવસિંહ ગિરવાનસિંહ ગોહીલ (ઉ.વ.૩૭ ધંધો નિવૃત આર્મીમેન રહે.ધારડી તા.તળાજા), ચેતનભાઇ ભગતભાઇ બારૈયા (ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે સરતાનપર તા.તળાજા)ને અલગ અલગ કંપનીના બ્રાન્ડની ઇંગલીશ દારૂ બોટલો નંગ,ર૩ર તથા ઇક્કો ફોડ ગાડી તથા મોબાઇલ ફોન નંગ-૩ મળી આવી કુલ રૂપીયા-૫,૧૮,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text