મોરબીમાં જૂની આરટીઓ નજીકના પુલ ઉપર અર્ટિગા કાર સળગી : ટ્રાફિક જામ

- text


 

સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાંશકારો

મોરબી : મોરબી જૂની આરટીઓ કચેરી નજીકના પુલ ઉપર આજે સાંજના સમયે અર્ટિગા કાર અચાનક સળગી ઉઠી હતી. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.

મોરબી બાયપાસ પાસે જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ઉપરના પુલ પર આજે સાંજના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી અર્ટિગા કાર અચાનક સળગી ઉઠી હતી. આ કાર જોતજોતામા બળીને ખાખ થઈ ગઈ હતી. કાર રોડની વચ્ચે જ સળગી ઉઠી હોય રોડ ઉપર ટ્રાફિક જાણ પણ સર્જાયો હતો. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

વિડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://youtu.be/XLbZs7Gbft0

- text

 

- text