વાંકાનેરમાં આજે વીજ ચેકીંગ માટે 31 ટિમો મેદાનમાં

- text


વાંકાનેર : પીજીવીસીએલ દ્વારા આજે વાંકાનેર પંથકમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વીજ ચેકીંગ માટે 31 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે.

- text

આજે તા. 08નાં રોજ મોરબી સર્કલના વાંકાનેર ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર 1 અને વાંકાનેર 2 સબ ડિવિઝન હેઠળના કૃષ્ણ જેજીવાય, પંચાસિયા જેજીવાય, જાંબુડિયા જેજીવાય અને ધારા જેજીવાય સહિતના ફીડરો તેમજ 5 ગામોમાં 31 ટિમો દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકીંગ બાદ આજે સાંજના સમયે કેટલી વીજચોરી પકડાઈ તે જાહેર કરવામાં આવશે.

- text