મોરબીમાં 14 દિકરીઓના સમુહ લગ્ન યોજાયા

- text


મોરબી : મોરબીમાં વિવિધ ટ્રસ્ટોના સયુંકત સહયોગથી 14 દિકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા.આ સમૂહ લગ્નમાં મોરબીના આગેવાનો,અગ્રણીઓએ સહકાર આપ્યો હતો.

મોરબીમાં ગત તા.22ના રોજ રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મોરબી જીલ્લા વાલ્મીકિ સમુહ લગ્ન સેવા સમિતિ દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશન સામેના સિટી એ ડિવિઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વાલ્મીકિ સમાજની 14 દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સમુહ લગ્ન મહોત્સવમાં ભોજનના મુખ્યદાતા પી ડી કાજીયા,મોરબી સિરામીક ઉધોગના વર્તમાન એસોસિએશનના પ્રમુખ હરિશભાઈ બોપલીયા,મુકેશભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિમંલભાઈ જારીયા અને સમગ્ર વાલ્મીકિ સમાજનું ગૌરવ જુનાગઢ મહાનગર પાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ બોટાદ ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજા અને વિપુલભાઈ અઘારા જી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહકાર્યવાહ વિભાગ રાજકોટ મહેશભાઈ બોપલીયા જી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,મોરબી જીલ્લા કાર્યવાહ,મોરબી જીલ્લા ભાજપના મંત્રી અને જાણીતા ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટક,સંઘના નગર કાર્યવાહ ડૉ.જયદિપભાઇ કંજારીયા,મોરબી જીલ્લા બજરંગ દળના અગ્રણીઓ,રમેશભાઈ પંડ્યા,સંયોજક,વિશ્વહિન્દુ પરિષદ,સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ, સામાજીક સમરસતા ગુજરાત‌ કરશનભાઈ,મહંત કબીર આશ્રમ, મોરબી રોહિદાસ પરા,સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત રાજ્યના અધિકારીઓ પણ આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેલ હતા.

જે. ડી. પરમાર, સુપ્રિટેન્ડેન્ટ ઓફ કસ્ટમ એન્ડ સેન્ટ્રલ GST. ડીપાર્ટમેન્ટ,હિતેશભાઈ વાઘેલા,
એન્જિનિયર સાયન્ટીસ્ટ ઈસરો, સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝ ડીપાર્ટમેન્ટ, ઓફ સ્પેશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ વાલ્મીકિ સમાજના વિવિધ શહેર જીલ્લાના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો આ પ્રસંગમાં ઉત્સાહભેર જોડાયા હતા.

14 દિકરીઓને ડૉ,સતિષભાઈ પટેલ લિખીત બાળ ઉછેર મુઠ્ઠીમાં પ્રેરણાદાયી પુસ્તક,RSS પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડૉક્ટર જયંતીભાઈ એસ.ભાડેસિઆ તરફથી આપવામાં આવેલ હતું.આ સમુહ લગ્નમાં મંડપના દાતા જયંતિભાઈ રાજકોટીયા,લાઈટના દાતા પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયા,અજયભાઈ લોરીયા, ચેરમેન જીલ્લા બાંધકામ સમિતિ, મોરબી જીલ્લા પંચાયત બ્રિજેશ ભાઇ મેરજા રાજ્યકક્ષાના મંત્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત સ્વતંત્ર હવાલો. ગુજરાત રાજ્ય,જયદિપભાઇ વાસદડિયા અને મુકેશભાઈ આદરોજા તથા સહકાર આપેલ હતો.

- text

બકુલ પઠાણ પુરબીયા મોરબી અને સુભાષભાઈ પુરબીયા મોરબી જિલ્લા ભાજપ સફાઈ કામદાર સેલ સંયોજક તરીકે હાજર રહ્યા હતા.

- text