મોરબી જિલ્લામાં કાલે રવિવારે કોવિડ વેક્સિનેશન મેગા ડ્રાઈવ

- text


જિલ્લામાં કુલ 203 કેન્દ્રોમાં કોરોનાની રસી અપાશે

મોરબી : મોરબી જિલ્લામાં કાલે રવિવારે કોવિડ વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 203 કેન્દ્રોમાં કોરોનાની રસી આપવામાં આવશે.

કોરોનાની મહામારીથી લોકોને રક્ષણ મળે તે હેતુથી રાજયભરમાં આવતીકાલ તા. 22ને રવિવારે કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં 56, માળીયા (મી.) તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 58, ટંકારા તાલુકામાં 33 તથા હળવદ તાલુકામાં 41 કેન્દ્રો પર કોરોનાની રસી આપવામાં આવનાર છે. જેમાં કોવીશીલ્ડના 20,680 ડોઝ, કોવેક્સિનના 3280 ડોઝ અને કોર્બિવેક્સના 3640 ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text

- text