વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

- text


ઉમેદવારોને આગામી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૧૯, રસોઇયા તરીકે ૩૩ અને મદદનીશ તરીકે ૫૦ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

- text

વાંકાનેર મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૬/૦૫/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે વાંકાનેર મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવ્યું છે.

- text