મિયાણી અને ટીકર વચ્ચે બે બાઇક અથડાતાં ત્રણ ઇજાગ્રસ્ત

- text


આજે બપોરે થયેલા અકસ્માતમાં બે ઇજાગ્રસ્તો સારવાર માટે મોરબી ખસેડાયા

હળવદ : હળવદ તાલુકાના મિયાણી અને ટિકર ગામ વચ્ચેથી પસાર થતા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલા અને બે પુરૂષને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યા હતા જ્યાંથી એક મહિલા અને પુરુષ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના મીયાણી થી ટીકર જવાના રસ્તે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બેબીબેન બાબુભાઈ કોળી રહે સુલતાનગઢ,અમિત ભાઈ ચંદુભાઇ રહે જોગડ અને નવઘણભાઈ મગનભાઈ રહે સુલતાનગઢને ઈજા પહોચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા જોકે અહી પ્રાથમિક સારવાર આપ્યા બાદ બેબીબેન અને અમિતભાઈ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.

- text