મોરબીની સુમતિનાથ સોસાયટીમાં પાણીની લાઈનનો એર વાલ્વ તૂટતાં પાણીનો બેફામ બગાડ

- text


તૂટેલો એર વાલ્વ તાકીદે રીપેર કરવાની સ્થાનિકોની માંગ

મોરબી : ઉનાળામાં પાણીની અછતના લીધે અનેક લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. બીજી બાજુ મોરબીની સુમતિનાથ સોસાયટીમાં પાણી બિનપયોગી રીતે વહી રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ પાણીની લાઈનનો એર વાલ્વ રીપેર કરવાની માંગ કરી છે.

મોરબી શહેરના વાવડી રોડ પર સુમતિનાથ સોસાયટીમાં પાણીની લાઈનનો એર વાલ્વ તૂટી ગયો છે. જેના લીધે ફુવારાની જેમ પાણી ઉડી રહ્યું છે. હાલ ઉનાળામાં લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. તેવામાં અહીં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર વ્હેલી તકે આવી પાણીની લાઈનના એર વાલ્વનું સમારકામ કરે, તેવી સોસાયટીના રહીશોની માંગણી છે.

- text

- text